top of page
Writer's pictureFit Appetite

PMS ( પ્રી મેન્સટ્રુઅલ સીન્ડ્રોમ ) :- માસિક સ્રાવ પહેલાં ઉદભવતી સમસ્યાઓ …શું આહાર માં ફેરફાર મદદરૂપ

હાલ માં જ આપણે ‘ વિશ્વ મહિલા દિવસ ‘ ની ઉજવણી કરી. મહિલા સશક્તિકરણ ની વાતો તો બરાબર છે પણ ગમે એટલી સશકત મહિલા હોય, માસિક ના દિવસો પહેલાં અને દરમ્યાન ૭૦% મહિલા ઓ ઢીલાશ, શરીર નો દુખાવો, માથા નો દુખાવો, ચીડિયાપણું, સ્વભાવ માં ગુસ્સો, ડિપ્રેશન જેવી સમસ્યાઓ નો સામનો કરવો જ પડતો હોય છે. આ અવસ્થા ને આપણે PMS ( પ્રી મેન્સટ્રુઅલ સીન્ડ્રોમ) તરીકે ઓળખીએ છીએ. સંપૂર્ણપણે હોર્મોન પ્રેરિત આ સમસ્યા માં યોગ્ય આહાર આયોજન અને જીવનશૈલી ના ફેરફારો દ્વારા થોડી રાહત ચોક્કસ મેળવી શકાય. PMS ના લક્ષણો :- મનોશારીરિક લક્ષણો :- • ડિપ્રેશન • કારણ વગર રડવું આવવું • ખૂબ ભૂખ લાગવી • કામેચ્છા માં ઘટાડો • અનિંદ્રા • મૂડ સ્વિંગ લક્ષણો :- • સાંધાઓ અને સ્નાયુ નો દુખાવો • માથા નો દુખાવો • થાક લાગવો • વજન માં મોટો વધારો • પેટ નો ફુલાવો • સ્તન માં ભારે પનું • કબજિયાત અથવા ઝાડા કેટલીક સ્ત્રીઓ માં આ લક્ષણો એટલા બધા તીવ્ર હોય છે કે એમના સામાજિક અને વૈવાહિક જીવન પર પણ ખૂબ વિપરીત અસર કરે છે. આવો PMS ના કારણો સમજીએ... 1. દર મહિને શરીર માં સ્ત્રીબીજ ઉત્પન્ન કરવા માટે અંડાશયો માં થી ફોલિકલ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન અને લ્યુટીનાઈઝિંગ હોર્મોન ઉત્પન્ન થતાં હોય છે. આ હોર્મોન ના પ્રમાણ માં વધ ઘટ થતાં તેની અસર સમગ્ર શરીર અને મન પર થાય છે. 2. મગજ ને આનંદ નો અનુભવ કરાવતા હેપ્પી હોર્મોન્સ ‘ સેરેટોનીન ‘ના પ્રમાણ માં આ સમય દરમ્યાન ઘટાડો થતો હોઈ, ડિપ્રેશન, મૂડ સ્વિંગ જેવા લક્ષણો દેખા દે છે. 3. લોહતત્વ ની ઉણપ :- લોહી માં હિમોગ્લોબીન નું નીચું પ્રમાણ, હાથ પગ ના દુખાવા, ઓછો માસિક સ્ત્રાવ અને એને લીધે પેટ માં ક્રેમ્પસ નું કારણ બની શકે. કેવો ખોરાક મદદરૂપ સાબિત થઈ શકે ? • ખોરાક માં કેલ્શિયમ અને વિટામિન ડી યુક્ત ખાદ્યપદાર્થો નો ઉમેરો કરો :- વૈજ્ઞાનિકો દ્વારા થયેલા સંશોધનો માં જોવા મળ્યું છે કે કેલ્શિયમ અને વિટામિન ડી ની ઉણપ મગજ દ્વારા ઉત્પન્ન થતા હોર્મોન્સ ના પ્રમાણ માં ઘટાડો કરે છે. જેના પરિણામે મૂડ સ્વિંગ અને ડિપ્રેશન પર કાબૂ મેળવી શકાય છે. રોજ સવારે કુમળા તડકા માં ૩૦-૩૫ મિનિટ બેસવું, ફેટ વગરના દૂધ, દહીં અને પનીર નો ઉપયોગ વધારવો. લીલી ભાજી માસિક ધર્મ દરમ્યાન રોજ ખાવી. સફેદ તલ અને ગોળ નો ઉપયોગ કરવો , દિવસ દરમ્યાન એક કેળુ , રાગી નો લોટ જેવા ખાદ્યપદાર્થો નું સેવન વધારવું. એક સામાન્ય પુખ્ત વય ની સ્ત્રી ની દિવસ દરમ્યાન કેલ્શિયમ ની જરૂરિયાત ૧૦૦૦ મી. ગ્ર. છે જ્યારે માસિક ધર્મ દરમ્યાન આ જરૂરિયાત વધી ને ૧૨૦૦ મી. ગ્રા. થઈ જાય છે .વિટામિન ડી ની સામાન્ય જરૂરિયાત ૬૦૦ IU હોય જે આ સમય દરમ્યાન વધી ને ૭૦૦ IU thay chhe. • લાંબો સમય પેટ ભૂખ્યું ન રાખો. :- લાંબો સમય પેટ ખાલી રહેતાં લોહીમાં ગ્લુકોઝ નું પ્રમાણ ખૂબ ઘટે છે. અને મગજ તરફ હતો ગ્લુકોઝ નો સપ્લાય ઓછો થતાં ચક્કર આવવા, ખૂબ થાક લાગવો,ગુસ્સો આવવો અને સ્વભાવ ચીડિયો થવો જેવા લક્ષણો દેખાય છે. વળી, માસિક દરમ્યાન ગળ્યું ખાવાની ખૂબ ઈચ્છા થતી હોય તેવું જોવામાં આવ્યું છે. તો આવા સંજોગો માં થોડા થોડા સમયે લોંગ એક્ટિંગ કોમ્પલેક્ષ કાર્બોહાઈડ્રેટ લેવાની સલાહ આપવામાં આવે છે. આ પ્રકાર માં ખોરાક માં સૂકોમેવો, ખજૂર, અંજીર, કાળી દ્રાક્ષ , કેળા જેવા કુદરતી રીતે મીઠાં ફળો લેવા જોઈએ. • રેષાયુક્ત આહાર નો ઉમેરો :- ફળો, સલાડ, લીલી ભાજી, આખું અનાજ, બ્રાઉન રાઈસ, લાપશી ના ફાડા, ઓટ્સ, ફણગાવેલા કઠોળ જેવા ખાદ્યપદાર્થો સારા પ્રમાણ માં રેષા ધરાવે. આવા ખાદ્યપદાર્થો નો આ સમય દરમ્યાન પુષ્કળ ઉપયોગ કરવો. • પ્રવાહી વધુ લો :- વધુ પ્રવાહી શરીર ને ડી હાઈડ્રેશન થી બચાવે તથા પેટ સાફ રાખશે જેથી પેટમાં દુખાવા માં રાહત રહે. • લીલી ભાજી નું સેવન વધારો :- લીલી ભાજી માં મોટી .અત્ર માં વિટામિન કે અને કેલ્શિયમ હોઈ, વધુ પડતા બ્લિડિંગ થી બચાવી શકે. • વધુ પડતું મીઠું ટાળો:- આ અવસ્થા માં સોજા આવવા, પેટમાં ભારે પાનું લાગવું જેવી સમસ્યાઓ વધે છે . જો ખોરાક માં મીઠું ઓછું લેવામાં આવે તો આ સમસ્યાઓ નિવારી શકાય. અથાણાં, પાપડ જેવા વધુ મીઠું અને સોડા ધરાવતાં ખાદ્યપદાર્થો નો ઉપયોગ ટાળવો. • રોજ નિયમિત વ્યાયામ કરો :- જોં દુખાવો હોય તો માત્ર ચાલી શકાય ભારે કસરતો કરવી નહિ પરંતુ જો દુખાવો ન હોય, તો રોજિંદી કસરતો ચાલુ રાખવી. મેડિટેશન અને કસરત pms ma ડિપ્રેશન થી બચાવી શકે. • પૂરતી ઉંઘ લો :- પૂરતો આરામ શરીર અને મન બંને ને ફીટ રાખશે. આમ, માત્ર થોડા ઘણા ફેરફાર સ્ત્રીઓને માસિક દરમ્યાન અને એ પહેલાં ના દિવસો માં સશકત કરી શકે.

47 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...

Comments


bottom of page