ગતાંકે આપણે ગર્ભાવસ્થા ના પ્રથમ તબક્કા માં આહાર આયોજન વિશે જાણ્યું. હવે આ અંકે ગર્ભાવસ્થા ના બીજ અને ત્રીજા તબક્કા માં કેવો ખોરાક લેવો તે વિશે જાણીએ.
ગર્ભાવસ્થા ના કુલ ૯ મહિનાઓ ને ૩-૩ મહિના ના ૩ એવા ત્રણ તબક્કાઓ માં વહેંચવામાં આવે છે. પહેલાં તબક્કા માં બાળક ના હૃદય, મગજ, ફેફસાં, કિડની જેવા આંતરિક ભગો નો વિકાસ થાય છે. આ તબક્કા દરમ્યાન ખાન પણ માં શું કાળજી લેવી તે આપણે જોયું. છતાં ટૂંક માં સમજીએ તો દર થોડા થોડા સમયે ઘર નો બનેલો તાજો ખોરાક લેવો અને જે ખોરાક મન ને પ્રફુલ્લિત રાખે તે બધો જ ખોરાક લઈ શકાય.
ગર્ભાવસ્થા નો બીજો તબક્કો એટલે ૪-૫-૬ આ ત્રણ મહિના. આ તબક્કા માં બાળક ના હાડકાં નો વિકાસ થાય એથી ખોરાક માં પૂરતાં પ્રમાણમાં કેલ્શિયમ લેવું જરૂરી બને. આ કેલ્શિયમ આપણને દૂધ, દૂધ ની પનીર, દહીં, છાશ જેવી બનાવટો, લીલી ભાજી, સરગવો , સંતરાં, કેળા જેવા ફળો માં થી મોટી માત્રા માં મળી રહે. જો આપ માંસાહારી હોવ, તો માછલી,જિંગા જેવી દરિયાઈ વાનગીઓ મોટા પ્રમાણ માં કેલ્શિયમ આપે. તો આ પ્રકાર ની વાનગીઓ નો દૈનિક આહાર માં સમાવેશ ભૂલ્યા વગર કરવો.
ત્રીજો તબક્કો એટલે ૭-૮-૯ આ ત્રણ મહિના. આ તબક્કો શરૂ થાય એ પહેલાં ગર્ભ માં બાળક પૂરેપૂરું બની ચૂક્યું હોય છે. આ છેલ્લા તબક્કા માં તેના શરીર માં ચરબી ભરાય છે અને બાળક કદ માં વધે છે. એથી આ તબક્કા દરમ્યાન પૂરતું પ્રોટીન, ફેટ અને કાર્બોહાઈડ્રેટ લેવાય , તે જોવું અગત્ય નું બને છે. દિવસ દરમ્યાન ઓછા માં ઓછું ૧ લિટર દૂધ, પૂરતાં પ્રમા માં અનાજ , લીલી ભાજી , કઠોળ નો બહોળો ઉપયોગ, ઈંડા અને ચિકન નો છૂટ થી ઉપયોગ આ તબક્કા દરમ્યાન કરી શકાય.
આ ઉપરાંત, છેલ્લા માસ દરમ્યાન બ્લડ પ્રેશર ને કાબૂ માં રાખવા ઓછું મીઠું લેવું તથા અથાણાં, પાપડ તથા સોડા ધરાવતાં ખાદ્યપદાર્થો નું સેવન ટાળવું.
નારિયેળ પાણી આ માસ દરમ્યાન રોન સવારે એક વાર લેવું.
રાત્રે ગરમ પાણી સાથે મેથી નું સેવન કરી શકાય.
બાળક નો પૂરતો વિકાસ થાય અને મારા ના શરીરમાં પોષકતત્વો નો ખામી ન સર્જાય તે માટે ઉપર જણાવેલા પોષકતત્વો નો ઉપયોગ ચોક્કસ પણે થાય તેનું ધ્યાન રાખવું
Comments