૧ દિવસ , પછી ૨૧ દિવસ , હવે બીજા ૧૫ દિવસ..એમ લોક ડાઉન નો સમય ગાળો વધતો જાય છે.. આપણે થાકતાં જઈએ છીએ પણ ' કોરોના ' છે મારો બેટો કે થાકતો જ નથી.
આપણે ઘરે રહીને , ઘરકામ કરીને અથવા ઘરે થી કામ કરીને કંટાળી ગયા છીએ , કે પછી કોરોના ના સમાચારો સાંભળી – સાંભળી ને હતાશ થઈ ગયા છીએ અને આ બંને પરિસ્થિતિઓ શરીર નું વજન વધવા માટે ખૂબ જવાબદાર… આવો કારણ સમજીએ..
1. કંટાળો આવે ત્યારે મનોરંજન માટે આપણે નીતનવી વાનગીઓ બનાવી આરોગવાનું મન થાય..આ નીત નવી વાનગીઓ એટલે ' ડાયેટ ફૂડ ' તો ચોક્કસ જ ન હોય… ચીઝ, બટર, પનીર, મેંદા થી લથબથ વાનગીઓ ચોક્કસ વજન વધારવાની જ.
2. આપણે હતાશ હોઈએ ત્યારે શરીર માં ' હેપી હોરમોન ' ઓછા પ્રમાણ માં ઉત્પન્ન થાય . આ હેપી હોર્મોન ની ઊણપ ને લીધે ખાધેલ ખોરાક નું ચરબીમાં સરળતા થી રૂપાંતર થાય.
3. લોક ડાઉન ના લીધે જીમ માં કે વોક પર ન જઈ શકાતું હોય, શરીર ને વ્યાયામ ન મળતો હોય પરંતુ ખોરાક એટલો જ લેવાતો હોય એટલે શરીર માં ચરબી જમા થાય તે સ્વાભાવિક છે.
4. ડિપ્રેશન ને પરિણામે ગળપણ આરોગવાનું વારંવાર મન થયા કરે. અને ગળપણ ને કારણે મન તો પ્રફુલ્લિત રહે પણ સાથે સાથે એક્સ્ટ્રા શુગર ફેટ બની શરીર પર થર જમાવે.
આમ, લોક ડાઉન માં ચરબી વધવા ના ઘણા કારણો છે.
આવો આ ચરબી વધતાં કઈ રીતે અટકાવી શકીએ તે જોઈએ..
• દર અડધો કલાકે અડધું ગ્લાસ પાણી પીઓ. કેટલીક વાર તરસ લાગી હોય ત્યારે આપણને ભૂખ લાગ્યા નો અહેસાસ થતો હોય છે.
• તળેલી અને મેંદાની વાનગીઓ બને ત્યાં સુધી ન ખાઓ અને ખવી પડે એમ જ હોય તો તે આરોગતા પહેલા એક ફળ અથવા હુંફાળા પાણીમાં અડધું લીંબુ નીચોવી પી જાઓ અને પછી ખાઓ. આમ કરવાથી પેટ ભરાયેલું રહે અને વધુ ખોરાક ન ખવાય અને ફ્લ અથવા લીંબુ નું એસ્કોરબિક એસિડ તેલ ના શોષણ ને ઓછું કરે.
• રાત્રે ખૂબ મોડે થી જમવું નહિ. મોડેથી કરેલા ભોજન નું સરળતા થી પાચન થતું નથી અને ઝડપ થી ચરબીમાં રૂપાંતરણ થાય છે.
• બપોરે ગ્રીન ટી, લીંબુપાણી અથવા બ્લેક કોફી શરીર નો મેટાબોલિક રેટ વધારે છે જેથી ચયાપચય ની ક્રિયા ઝડપી બને છે અને ચરબી બળે છે.
• સવારે ઉઠવાનો અને રાત્રે સૂવાનો સમય નિ શ્ચિત રાખો. સુવા – જાગવા ની રિધમ ખોરવાવા થી જમવા ના સમય પણ અનિશ્ચિત થાય છે અને ગમે તે સમયે ભૂખ લાગે છે.
• સવારે ઉઠી ૩૫-૪૦ મિનિટ યોગાસનો અથવા અન્ય ઘરે થઈ શકે તે પ્રકાર નો વ્યાયામ કરવો.
આમ, આટલા મુદ્દા ધ્યાન માં રાખવા થી વધુ ચરબી ભેગી થતી અટકે છે.
Kommentare