આજકાલ લોક ડાઉન માં કામવાળી ની ગેરહાજરી માં કચરા – પોતા, વાસણ – કપડાં કરવા ઉપરાંત ઘર ની બધી જ વ્યક્તિઓ ની સતત ઘર માં હાજરી ને લઈ ને દરેક ની પસંદ ની વાનગીઓ દર થોડા – થોડા કલાકે બનાવતાં બનાવતાં સ્ત્રીઓ કશેક પોતાની જાત ને અને પોતાની જરરિયાતોને નજરઅંદાજ કરતી રહે છે. અને પરિણામે મારી પાસે આવતી દર ૫ સ્ત્રી પેશન્ટ માંથી ૩ પેશન્ટ અસહ્ય થાક, સંધા ના દુખાવા , ઢીલાશ, ડિપ્રેશન જેવી સમસ્યાઓ ની ફરિયાદ ધરાવતી હોય છે. ખરું જોતાં, આટલું બધું કામ પહોંચવા ને લીધે પોતાને વધો પોષકતત્વો ની જરૂર પડશે તે સ્ત્રીઓ ભૂલી જાય છે જેના પરિણામે સર્જાય છે પોષકતત્વો ની ખામી..અને આ ખામી સ્ત્રી ને અંદરથી ખોખલી કરતી જાય છે. જે તેની રોગ્ પ્રતિકારક શક્તિ પણ ઘટાડે છે .
તો આવો, આ 'મધર્સ ડે ' ના પ્રસંગે આપણે માતાઓ ને 'સુસ્વાથ્ય' ની ભેટ આપીએ.
વધુ પડતાં વર્ક લોડ ને પહોંચી વળવા માટે આપણા રોજિંદા ખોરાક માં આટલા ખાદ્યપદાર્થો નો ઉમેરો ચોક્કસપણે કરીએ:-
• કેલ્શિયમ અને વિટામિન ડી યુક્ત આહાર :- દિવસ દરમ્યાન પૂરતા પ્રમાણ માં એટલે કે ૩૦૦ થી ૫૦૦ મિલી. દૂધ એક પુખ્ત વય ની સ્ત્રી ના ખોરાક માં હોવું જોઈએ. આ ઉપરાંત યોગ્ય માત્ર માં દહી, છાશ અને પનીર નું સેવન પણ કરવું જોઈએ. અપૂરતા કેલ્શિયમ ને લીધે હાડકાં અને સાંધા માં દુખાવા ની ફરિયાદ રહે છે. વળી, સવાર ના કુમળા તડકા માં ૩૦ મિનિટ ગળવાથી જોઈતા પ્રમાણ માં વિટામિન ડી મળી રહે. વિટામિન ડી ની હાજરી કેલ્શિયમ ના હાડકાં ના અધિ શોષણ માટે જરૂરી છે. આ ઉપરાંત, વિટામિન ડી એકમાત્ર ખાદ્યપદાર્થ ઈંડા ની જરદી માં થી મળે છે. તો જો ઈંડા ખાતાં હોય, તો દિવસ દરમ્યાન એક થી બે ઈંડા લઈ શકાય.
• ઈસ્ટ્રોજન નું નિર્માણ કરે તેવો આહાર :- સ્ત્રીઓ માં પૂરતા પ્રમાં માં સ્ત્રી હોર્મોન ઈસ્ટ્રોજન હોવું જરૂરી છે. ઈસ્ટ્રોજન સ્ત્રી શરીર માં કેલ્શિયમ ને હાડકાં સુધી પહોંચાડવામાં મહત્વ નો ભાગ ભજવે છે. વળી, ઈસ્ટ્રોજન હોર્મોન સ્ત્રી ના મૂડ અને સ્વભાવ માં ફેરફાર માટે તેને જવાબદાર છે. તો નીચે જણાવેલ કેટલાક ખાદ્યપદાર્થો નો દૈનિક આહાર માં સમાવેશ કરવાથી ચોક્કસ ફેર પડી શકે. મેથી ના દાણા, સોયાબીન, લીલી ભાજી, અળસી , તલ, ઓલિવ અને ઓલિવ ઓઇલ તથા કઠોળ સારી માત્રા માં ઈસ્ટ્રોજન ઉત્પાદન કરી શકે. આ બધા નો દૈક આહાર માં સ્ત્રીઓ એ સમાવેશ કરવી જરૂરી બને.
અહીં, આ લેખ માં આપણે સ્ત્રી સ્વાસ્થ્ય માટે જરૂરી એવા થોડા પોષકતત્વો વિશે વાત કરી. આવતાં અંકે આ વિશે વધુ વાત કરીશું. ત્યાં સુધી…' મધર્સ ડે ‘ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ…સૌ માતાઓ ના ખૂબ સારા સ્વાસ્થ્ય ની કામના કરું છું.
Comments